ટ્રેનમાં મહિલા સામે હસ્તમૈથુન કરનાર મુકેશ શાહને 9 મહિનાની કેદ

Tuesday 09th January 2024 11:31 EST
 
 

લંડનઃ લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં એક મહિલાની સામે હસ્તમૈથુન કરનાર મુકેશ શાહને કેદની સજા અપાઇ છે. વેમ્બલીના પ્રિમરોઝ વે ખાતે રહેતા 43 વર્ષીય મુકેશ શાહ 4 નવેમ્બર 2022ના રોજ રાત્રે 11.40 કલાકે સડબરી અને એક્ટન વચ્ચે દોડતી ટ્રેનમાં સવાર થયા હતા. શાહ તેમની સામે બેઠેલી એક મહિલાની સામે બેસી ગયા હતા. આ મહિલાને એમ લાગ્યું હતું કે, શાહ તેની સામે વિચિત્ર રીતે જોઇ રહ્યા છે. તેણે અચાનક નોંધ્યું હતું કે, શાહ તેની સામે જોઇને હસ્તમૈથુન કરી રહ્યા હતા. મહિલાએ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસને આ અંગે જાણ કરી હતી. મહિલાએ શાહનો વીડિયો પણ બનાવી લીધો હતો. 18 ડિસેમ્બરે લંડન ઇનર ક્રાઉન કોર્ટ દ્વારા મુકેશ શાહને 9 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી અને 10 વર્ષ માટે તેમનું નામ સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં નોંધવા આદેશ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter