લંડનઃ સાઉથવેસ્ટ લંડનના ટ્વિકનહામ ખાતે 26 એપ્રિલની મધરાતે હરપાલસિંહ રૂપરા પર જીવલેણ હુમલો કરાતાં મોત થયું હતું. પોલીસે જ્યોર્જ લુકા નામના આરોપીની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી. મેટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 38 વર્ષીય હરપાલસિંહ પર ચાકૂ વડે હુમલો કરાયો હતો. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.