લંડનઃ 92 વર્ષની વયે નિધન પામેલા ડચેસ ઓફ કેન્ટની અંતિમવિધિ વેસ્ટમિન્સ્ટર કેથેડ્રલ ખાતે મંગળવારે યોજાઇ હતી. વર્ષ 1903 બાદ પહેલીવાર વેસ્ટ મિન્સટર કેથેડ્રલ ખાતે રાજવી પરિવારના સભ્યની અંતિમવિધિ યોજાઇ હતી. આ પ્રસંગે કિંગ ચાર્લ્સ સહિતના રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. ક્વીન કેમિલા નાદુરસ્ત તબિયતના કારણે અંતિમવિધિમાં હાજરી આપી શક્યાં નહોતાં.