ડર્બી કાર ક્રેશઃ ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ

શનિવારે રાત્રે રાહદારીઓને કચડી નાખવાનો પ્રયાસ, 7ને ઇજા પહોંચી હતી

Tuesday 31st March 2026 10:13 EDT
 
 

લંડનઃ ડર્બીમાં ફ્રાયર ગેટ ખાતે સિટી સેન્ટર સ્ટ્રીટમાં શનિવારે રાત્રે 9.30 કલાકે રાહદારીઓ પર કાર ચડાવી દેવાના મામલામાં ભારતીય મૂળના એક વ્યક્તિની હત્યાના પ્રયાસની શંકાના આધારે ધરપકડ કરાઇ છે. આ ઘટનામાં 7 વ્યક્તિને ઇજા પહોંચી હતી.

ડર્બીશાયર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 28 માર્ચ શનિવારના રોજ રાત્રે 9.30 કલાકે બ્લેક સુઝુકી સ્વિફ્ટ કાર દ્વારા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાના થોડા જ સમય બાદ 30 વર્ષની આસપાસના એક ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. હાલ તેને પોલીસ કસ્ટડીમાં રખાયો છે. પોલીસે હજુ તેની ઓળખ જાહેર કરી નથી. તેના પર ભયજનક ડ્રાઇવિંગ, ઇરાદાપુર્વર ગંભીર ઇજા પહોંચાડવા સહિતના આરોપ મૂકાયા છે.

ઇજાગ્રસ્તોને રોયલ ડર્બી હોસ્પિટલ અને નોટિંગહામમાં ક્વીન્સ મેડિકલ સેન્ટર ખાતે સારવાર અપાઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. કાઉન્ટર ટેરરિઝમ પોલીસ પણ આ મામલાની તપાસમાં જોડાઇ છે.

પોલીસે જણાવ્યું હતં કે, 36 વર્ષીય આરોપી ડર્બીનો જ રહેવાસી છે અને તે ઘણા વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter