ડર્બીની બેન્કમાં ધોળે દહાડે રેસ્ટોરન્ટ માલિક જોહલની હત્યા

Tuesday 13th May 2025 11:23 EDT
 
 

લંડનઃ સિટી સેન્ટર બેન્કમાં હત્યા કરાયેલા ગ્રાહકની ઓળખ રેસ્ટોરન્ટ માલિક ગુરવિન્દર સિંહ જોહલ તરીકે જાહેર કરાઇ છે. ડર્બીની સેન્ટ પીટર્સ  સ્ટ્રીટમાં લોઇડ્સ ખાતે તેઓ પોતાના શેલ્ટન લોક ખાતેના હેન એન્ડ ચીકન બાર એન્ડ ગ્રીલના આર્થિક કાર્ય હેતૂ તેઓ બેન્કમાં ગયા હતા. મંગળવારે બપોરે 14.30 કલાકે તેમના પર હુમલો કરાયો હતો જેના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. ડર્બીશાયર પોલીસે જણાવ્યું હતું કે, હત્યામાં સંડોવણીની શંકાના આધારે પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે. બંનેને હાલ કસ્ટડીમાં રખાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter