ડર્બીમાં ગુરુ અર્જન દેવ ગુરુદ્વારા ઉપર હુમલો, તોડફોડ કરાઈ

Saturday 30th May 2020 06:08 EDT
 
 

ડર્બીઃ બ્રિટનના ડર્બીમાં સોમવારે સવારે ગુરુ અર્જન દેવ ગુરુદ્વારા ઉપર એક શખ્સે હુમલો કરી તોડફોડ કરી હતી. જોકે એ હુમલામાં કોઈને ઈજા થઈ નથી. સામાજિક કાર્યો માટે જાણીતા આ ગુરુદ્વારા પરના આ હુમલા પાછળ હેઇટ ક્રાઈમની આશંકા છે. પોલીસે હુમલા કરનારાને ગિરફતાર કર્યો છે. લોકડાઉનને કારણે ધાર્મિક ક્રિયા બંધ છે અને દરરોજ પ્રાર્થના લાઇવ સ્ટ્રીમ કરાય છે.
ડર્બીના ગુરુ અર્જન દેવ ગુરુદ્વારા જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાના પોતાના કામ અંગે ઘણું જાણીતું છે. સોમવારે એક શખ્સે તોડફોડ કરી હતી. ઘટનાસ્થળની તસવીરોથી જણાય છે કે ગુરુદ્વાના કાચ તૂટી ગયા છે. આ તોડફોડ બાદ ગુરુદ્વારા પરિસરની સફાઈનું કામ શરૂ થયું છે. આ હુમલા બાદ ગુરુદ્વારાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આવી ઘટનાઓથી તેના સેવાકાર્યોમાં કોઈ ઘટાડો નહીં આવે અને મદદ માટેના કામો ચાલુ રખાશે.

દરરોજ ૫૦૦ લોકોને ભોજન

અર્જન દેવ ગુરુદ્વારા દરરોજ ૩૫૦થી ૫૦૦ લોકોને ભોજન આપે છે. કોઈ પણ કામ ધર્મ સમૂદાયના લોકોને અહીંથી મદદ પહોંચાડાય છે. ખાસ કરીને કોરોના સંકટમાં અહીં આવશ્યક સેવા માટે જતાં ફ્રન્ટલાઈન વર્કસને સામે ચાલીને મદદ કરાય છે. લોકડાઉનમાં અહીં ધાર્મિક કામ બંધ કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter