ડર્બીમાં રાહદારીઓને કચડી નાખનાર સંધુ પોન્નાચન સામે કેસ દાખલ

ઇરાદાપૂર્વક ગંભીર ઇજા પહોંચાડવા, ગંભીર ઇજાનો પ્રયાસ, જોખમી ડ્રાઇવિંગ અને ધારદાર હથિયાર રાખવાના આરોપ

Tuesday 07th April 2026 11:13 EDT
 
 

લંડનઃ ડર્બીમાં રાહદારીઓને ટક્કર મારવાના કેસમાં 36 વર્ષીય ભારતીય મૂળના સંધુ પોન્નાચન સામે ઇરાદાપૂર્વક ગંભીર ઇજા પહોંચાડવા, ગંભીર ઇજાનો પ્રયાસ, જોખમી ડ્રાઇવિંગ અને  ધારદાર હથિયાર રાખવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યા છે.

ડર્બીશાયર પોલીસે જણાવ્યું હતું કે, એલ્વાસ્ટન વિસ્તારના રહેવાસી પોન્નાચનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગયા શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ફ્રાયર ગેટ વિસ્તારમાં બિશપ બ્લેઝ પબની બહાર કાળા રંગની સુઝુકી સ્વિફ્ટ કાર ફૂટપાથ પર ચડી જતાં સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.

મૂળ ભારતનો પોન્નાચન હાલમાં ડર્બીમાં રહે છે. તેને ઘટનાની સાત મિનિટમાં જ ઝડપી લેવાયો હતો. તેને બુધવારે સધર્ન ડર્બીશાયર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. હવે તેને 29 એપ્રિલના રોજ ડર્બી ક્રાઉન કોર્ટમાં રજૂ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter