લંડનઃ યુવાન પેઢીમાં લગ્ન વિના સાથે રહેવાની પસંદગી વધવાના કારણે ૪૦ વર્ષમાં ડાઈવોર્સનો દર સૌથી નીચો આવ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર ૨૦૧૩માં સમગ્ર યુકેમાં ૧૩૦,૪૭૩ દંપતીએ છૂટાછેડા લીધા હતા, જે એક વર્ષમાં ત્રણ ટકાનો ઘટાડો સૂચવે છે. સમગ્રતયા ડાઈવોર્સ દર ઘટીને દર ૧,૦૦૦ લગ્ન કરેલા સ્ત્રી કે પુરુષોમાં ૯.૮નો થયો હતો, જે ડાઈવોર્સ કાયદાના ઉદારીકરણના વર્ષ ૧૯૭૫ પછી સૌથી નીચો છે.
સાત-આઠ વર્ષે લગ્નજીવન પછી ડાઈવોર્સનું પ્રમાણ રહેતું હતું તેમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. પેરન્ટ પેઢીમાં લગ્ન વિના સાથે રહેવાને પાપ માનવામાં આવતું હતું. યુવાન પેઢી માને છે કે સાથે રહ્યા પછી લગ્ન કરવાથી લગ્ન વધુ મજબૂત બને છે.