ડાયાબીટીસની સારસંભાળ વિશે ચર્ચા

Wednesday 26th August 2015 09:06 EDT
 
 

લંડનઃ ડાયાબીટીસ નિષ્ણાતો ડો. કાશીનાથ દીક્ષિત અને પ્રોફેસર એન્ડ્રયુ બોલ્ટને ભારતમાં તેમના હસ્તકના વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/ તંત્રી સી. બી. પટેલની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટસનો મુખ્ય હેતુ લોકોને પરવડી શકે તેવી કિંમતે વિશ્વ કક્ષાની સારસંભાળ પૂરી પાડવાનો છે.

આ બેઠકમાં ચર્ચા કરાયેલા વિષયો આ પ્રકારના હતાઃ

• સમગ્ર દેશમાં ડાયાબીટીસના પ્રસારનો અભ્યાસ

• પ્રી-ડાયાબીટીક પેશન્ટ્સ માટે યોગની અસર તપાસવી કે તેનાથી ડાયાબીટીસ આગળ વધતો અટકાવી શકાય કે કેમ.

• ડાયાબીટીસમાં પગની સારસંભાળ માટે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને ભારતમાં લઈ જવી અને સામાન્ય માનવીને તે પરવડી શકે તેમ કરવું.

• આપણા તબીબોને અત્યાધુનિક વૈજ્ઞાનિક માહિતી દ્વારા વધુ જાણકાર બનાવી શકાય તે માટે યુરોપિયન એસોસિયેશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબીટીસ દ્વારા માન્ય અભ્યાસક્રમો પૂરા પાડવા.

• ગ્રામ્ય ડાયાબીટીસ સંભાળ મોડેલ.

ડો. કાશીનાથ દીક્ષિત સેન્ટ્રલ માન્ચેસ્ટર યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ ખાતે કાર્યરત કન્સલ્ટન્ટ ફીઝિશિયન અને ડાયાબીટોલોજિસ્ટ છે.

પ્રોફેસર બોલ્ટન EASDના વર્તમાન પ્રમુખ અને વિશ્વમાં લોકપ્રિય ડાયાબીટોલોજિસ્ટ્સમાં એક છે. તેઓ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે પ્રોફેસર ઓફ મેડિસિન (ડાયાબીટીસ) અને માન્ચેસ્ટર રોયલ ઇન્ફર્મરી ખાતે કન્સલ્ટન્ટ ફીઝિશિયન છે. તેમણે ૩૦૦થી વધુ રીવ્યુ પેપર્સ પ્રસિદ્ધ કર્યા છે અને ડાયાબીટિક ફૂટ અંગે સંશોધનમાં સૌપ્રથમ ઈન્ટરનેશનલ એવોર્ડવિજેતા(૧૯૯૫) છે. તેમને યુરોપિયન એસોસિયેશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબીટીસ તરફથી કેસ્ટ્લી-પેડ્રોલી પ્રાઈઝ (૨૦૦૩) અને એડવર્ડ ઓલ્મોસ એવોર્ડ ફોર એડવોકસી ઈન ધ પ્રીવેન્શન ઓફ એમ્પ્યુટેશન ઈન ડાયાબીટીસ (૨૦૦૫)થી સન્માનિત કરાયા હતા. તેઓ અત્યારે EDIC (Epidemiology of Diabetes and its Complicdatins) અભ્યાસમાં NHS માટે સલાહકાર છે. તેમણે ડાયાબીટીસ સંબંધિત વિવિધ પ્રકાશનોના એડિટર તરીકેની કામગીરી પણ સંભાળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter