લંડનઃ નાગરિકોને વિનામૂલ્યે ચાઇલ્ડ કેર અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ડિજિટલ આઇડીનો ઉપયોગ કરવા દેવા કેબિનેટના મંત્રીઓએ સૂચન કર્યું છે. વડાપ્રધાનના ચીફ સેક્રેટરી ડેરેન જોન્સે જણાવ્યું હતું કે, ડિજિટલ આઇડી શરૂ કરાતાં જાહેર સેવાઓનો ઉપયોગ કરતી વખતે જનતા ભયની લાગણી અનુભવશે નહીં. આ સ્કીમમાં લોકો તેમની ઓળખનો પુરાવો સ્માર્ટ ફોનમાં સ્ટોર કરી શકશે.
ડિજિટલ આઇડીનો ક્યાં ઉપયોગ કરી શકાશે
- પહેલી જોબ માટે કામ કરવાના અધિકારનો પુરાવો
- સ્ટુડન્ટ લોન માટેની લાયકાત પૂરવાર કરવા માટે
- બેરોજગાર યુવાઓ સપોર્ટ સર્વિસ માટે ઉપયોગ કરી શકશે
- યુનિવર્સલ ક્રેડિટ મેળવવા માટે
- ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે
- લગ્નની નોંધણી માટે
- હાઉસિંગ સપોર્ટ અથવા હોમલેસ તરીકેની નોંધણી માટે
- સ્ટેટ પેન્શનના દાવા માટે
- વિન્ટર ફ્યુઅલ પેમેન્ટની લાયકાત ચકાસવા અને અરજી માટે
- વૃદ્ધો માટેનો બસ પાસ મેળવવા માટે
- પાવર ઓફ એટર્નીની નોંધણી માટે

