ડિઝાસ્ટર્સ ઈમર્જન્સી કમિટી દ્વારા ભારત માટે પણ કોવિડ અપીલ

Wednesday 05th May 2021 06:27 EDT
 

યુકેની ડિઝાસ્ટર્સ ઈમર્જન્સી કમિટી (DEC)એ કોરોના વાઈરસના આસમાને જતા કેસીસની વિનાશક અસરોનો સામનો કરી રહેલી સૌથી અશક્ત કોમ્યુનિટીઝના સંદર્ભે ભારત માટે તેની કોવિડ અપીલને વિસ્તારી છે.

મૂળ તો DECએ ગત જુલાઈમાં આફ્રિકા, મિડલ ઈસ્ટ અને એશિયાના નબળા દેશો માટે અપીલ લોન્ચ કરી હતી. જોકે, ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ નિયંત્રણ બહાર ગયું છે અને હેલ્થ સિસ્ટમ તેનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.  સંજોગોમાં ભારતમાં સૌથી ગરીબ અને વંચિત-કચડાયેલા લોકોને મદદનો હાથ લંબાવાયો છે.

DECની મહત્ત્વની સહાય પૂરી પાડતી ૧૪ સભ્ય ચેરિટીઝમાં એક Oxfam છે. ઓક્સફામ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અમિતાભ બેહારે જણાવ્યું હતું કે મેડિસીન્સ અને ઓક્સિજનના ભાવ આસમાને પહોંચ્યા છે તેમજ હોસ્પિટલ્સ અને હેલ્થ સેન્ટર્સ ઈક્વિપમેન્ટ્સ અને સારવાર માટે આજીજી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે,‘ દેશ આ ભયાનક અપેક્ષાઓમાં એકસંપ છે.’

બેહારે ઉમેર્યું હતું કે,‘ દેખીતી રીતે લોકો શેરીઓમાં અથવા કાર પાર્કિંગ્સ અથવા પોતાના ઘરમાં મોતને ભેટી રહ્યા છે. ભારતમાં કોઈ વ્યક્તિ એવી નથી જેમના મિત્રો, પરિવારજન અથવા સહકર્મચારીમાંથી કોઈ કોરોનાથી સંક્રમિત ન હોય. આ ઘણી ખરાબ પરિસ્થિતિ છે, મારી યાદદાસ્ત મુજબ તો મારી કલ્પનાની પણ બહાર છે. આપણે માનવીય આપદાથી ઘેરાઈને જીવીએ છીએ. આ બધે જ, આપણા શહેરો અને આપણા ગામડાંઓમાં પણ ફેલાઈ ગઈ છે. ભારતને અત્યારે વિશ્વની મદદની જરુર છે.’

DEC ચેરિટીઝ આરોગ્ય કટોકટીને હળવી કરવાં તાકીદની જરુરના મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, PPE અને હોસ્પિટલ બેડ્સ પૂરાં પાડવા સહિત અનેક પ્રકારે કાર્ય કરી રહી છે. આ અપીલમાં દાન આપવા માટે તમે ઓનલાઈન dec.org.ukનો સંપર્ક કરી શકો છો અથવા 0370 60 60 900ને ફોન કરી શકો અથવા ૧૦ પાઉન્ડ*નું દાન કરવા 70150ને GIFT સંદેશો ટેક્સ્ટ કરી શકો છો.

  • સંપૂર્ણ નિયમો અને શરતો જાણવા www.dec.org.uk.ની મુલાકાત લેશો.
  •  Reg. Charity No. 1062638.

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter