ડિપોર્ટ કરાયેલા હજારો શરણાર્થીઓ થોડા જ વર્ષોમાં બ્રિટન પરત ફર્યા

Tuesday 30th June 2026 11:11 EDT
 

લંડનઃ બ્રિટનમાંથી દેશનિકાલ કરાયેલા હજારો વિદેશી નાગરિકો ગણતરીના વર્ષોમાં જ ફરીથી બ્રિટન પરત ફર્યા હોવાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા અને સરહદી નિયંત્રણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

વર્ષ 2021થી 2025 વચ્ચેના પાંચ વર્ષના ગાળામાં અગાઉ બ્રિટનમાંથી હાંકી કાઢવામાં આવેલા આશરે 4,300 જેટલા વિદેશી ફરીથી બ્રિટનમાં પ્રવેશી ચૂક્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી ઓછામાં ઓછા 723 માઇગ્રન્ટ એવા છે જેમને બે કે તેથી વધુ વખત ડિપોર્ટ કરવા છતાં તેઓ ફરીથી પાછા આવી ગયા છે. હોમ ઓફિસે સ્વીકાર્યું છે કે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે, કારણ કે દરેક વ્યક્તિની જૂની ઓળખ સચોટ રીતે મેચ કરવી હંમેશા શક્ય બનતી નથી.

કયા દેશના કેટલા માઇગ્રન્ટ્સ પાછા આવ્યા

-          આલ્બેનિયા – 1525

-          રોમાનિયા – 767

-          અફઘાનિસ્તાન – 281

-          લિથુઆનિયા – 233

-          ઇરાક – 150


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter