ડિપોર્ટેશન પહેલાં અલગ રખાયેલા ભારતીય મુસ્લિમ પતિ અને હિન્દુ પત્નીને વળતર મળશે

Tuesday 22nd September 2026 10:44 EDT
 

લંડનઃ બ્રિટનમાંથી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ આવાસમાં રાખવામાં આવેલા એક ભારતીય દંપતીને વળતર મળવાની શક્યતા છે. એક મુસ્લિમ પુરુષ અને તેમની હિન્દુ પત્નીએ ગયા વર્ષે હોમ ઓફિસ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે દાવો કર્યો હતો કે દેશનિકાલ પહેલાં તેમને અલગ રાખવાનો નિર્ણય તેમના માનવ અધિકારો પર ગેરકાયદેસર અતિક્રમણ સમાન હતો.

હાઇકોર્ટના જજ સાયમન ટિંકલરે ચુકાદો આપ્યો છે કે,  યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 8 હેઠળ દંપતીના પારિવારિક જીવનના અધિકારનું ઉલ્લંઘન કરવા બદલ ગૃહ મંત્રાલયે નુકસાની ચુકવવી પડી શકે છે.

આ દંપતી 2022માં બ્રિટન પહોંચ્યું હતું.  વર્ષ 2024માં તેમના વિઝાની મુદત પૂરી થયા બાદ માર્ચ 2025માં તેમણે આંતરધર્મીય લગ્નને કારણે ભારતમાં તેમની સતામણી થવાની આશંકા દર્શાવીને અસાયલમ માટે અરજી કરી હતી. હોમ ઓફિસે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આ અરજી ફગાવી દીધી હતી. દંપતીને સપ્ટેમ્બરથી અલગ-અલગ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને ઓક્ટોબરના પ્રારંભમાં મુક્ત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter