લંડન
ચાન્સેલર જેરેમી હન્ટે ડિફેન્સના બજેટમાં હાલ કોઇ વધારો કર્યો નથી. તેમણે કુલ સરકારી ખર્ચના બે ટકા સંરક્ષણ ક્ષેત્રે ફાળવવાની અગાઉની નીતિ જારી રાખી છે. લિઝ ટ્રસે દાયકાના અંત સુધીમાં સંરક્ષણ માટે 3 ટકા ફાળવણી કરવાની યોજના બનાવી હતી જેને હન્ટ દ્વારા પડતી મૂકાઇ છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુક્રેનને 2.3 બિલિયન પાઉન્ડની લશ્કરી સહાય કરવામાં આવી છે તેવો ઉલ્લેખ કરતા જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રે વધુ ભંડોળની જરૂર હોવાનો હું સ્વીકાર કરું છું પરંતુ બ્રિટનની સંરક્ષણ જરૂરીયાતોની હાલ ચાલી રહેલી સમીક્ષા પુરી ન થાય ત્યાં સુધી તેમાં વધારો કરાશે નહીં.


