લંડનઃ બિલ ગેટ્સ દ્વારા સમર્થિત ૧૦૦ મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટમાં ડિમેન્શિયાને શોધી કાઢવાની અને તેની સારવારમાં ક્રાંતિ લાવે તેવા ડિવાઈસનું પરીક્ષણ કરવા માટે એક મિલિયન બ્રિટિશરોની નિમણુંક કરવામાં આવી રહી છે.
કાંડા પર પહેરવાનું આ સાધન બોલચાલ, ઉંઘ અને ચાલવાની પદ્ધતિ સહિતના ૩૦થી વધુ સૂચકોનું નિરીક્ષણ કરવા માટે આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. ડિમેન્શિયાના લક્ષણો વહેલા જાણી શકાય તો જીવનશૈલીમાં ફેરફાર કરીને તેને ઝડપથી વધતો અટકાવી શકાય. આ પરીક્ષણો સફળ રહેશે તો આ ડિવાઈસ વાર્ષિક હેલ્થ ચેક અપ્સના ભાગ રૂપે NHSને ઓફર કરાશે. આ પરીક્ષણો અલ્ઝાઈમર્સ રિસર્ચ યુકે અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સના આર્થિક સહયોગથી હાથ ધરાયેલા મલ્ટિમિલિયન પાઉન્ડના વૈશ્વિક અભિયાનના ભાગરૂપે થઈ રહ્યા છે.


