ડિમેન્સિયાના નિદાનમાં ક્રાંતિ લાવતી ટ્રાયલ હાથ ધરાશે

વહેલા નિદાન માટે નાગરિકોને બ્લડ ટેસ્ટની ઓફર અપાઇ

Tuesday 09th April 2024 11:35 EDT
 

લંડનઃ યાદશક્તિ અંગે ચિંતિત હજારો બ્રિટિશ નાગરિકોને મહત્વની ટ્રાયલોમાં ડિમેન્સિયા માટે બ્લડ ટેસ્ટની ઓફર અપાશે. ડોક્ટરોને આશા છે કે આ ટ્રાયલને પગલે એનએચએસમાં ડિમેન્સિયાના નિદાનમાં નવી ક્રાંતિ આવશે. આ ટ્રાયલ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સ્વયંસેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.

અલ્ઝાઇમર અને અન્ય પ્રકારના ડિમેન્સિયા સાથે સંકળાયેલા પ્રોટીનને શોધી કાઢતા આ ટેસ્ટ સંશોધન માટે અત્યંત અસરકારક મનાય છે. વૈજ્ઞાનિકો હવે આ ટેસ્ટ વાસ્તવિક વિશ્વમાં પણ ઉપયોગી છે તે પૂરવાર કરવા અને એનએચએસમાં અમલી બનાવવા માગે છે.

આ પ્રકારના ટેસ્ટ વધુ સ્પષ્ટતા સાથે નિદાન કરશે. તેના દ્વારા અલ્ઝાઇમરની નવી દવાઓ પણ વિકસાવી શકાશે. અલ્ઝાઇમર રિસર્ચ યુકેના ડો. શેઓના સ્કેલે જણાવ્યું હતું કે, અલ્ઝાઇમરના નિદાન માટેની પદ્ધતિઓમાં ધરમૂળથી બદલાવ લાવવાની જરૂર છે.

ડિમેન્સિયાના સંશોધનમાં ભારતીય મૂળના ન્યૂરોલોજિસ્ટ ડો.અશ્વિની કેશવન મહત્વની ભુમિકા ભજવશે

સંભવિત ડિમેન્સિયા બ્લડ ટેસ્ટમાં સફળતા અને તેમના માટેના પુરાવા શોધવા માટે મોટી ગ્રાન્ટ મેળવનાર યુકેની રિસર્ચ ટીમમાં ભારતીય મૂળના ન્યૂરોલોજિસ્ટ ડો. અશ્વિની કેશવનનો સમાવેશ કરાયો છે. યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે ન્યૂરોલોજિસ્ટ ફેલો તરીકે સેવા આપતા ડો. કેશવનની ટીમ અલ્ઝાઇમર માટે જવાબદાર બાયોમાર્કર શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter