ડિલિવરી ડ્રાઇવર ઔરમાન સિંહની હત્યા માટે ચારની ધરપકડ

Tuesday 29th August 2023 12:08 EDT
 
 

લંડનઃ શ્રૃસબરીમા કોટન હીલમાં બેરવિક એવન્યૂ ખાતે 23 વર્ષીય ડિલિવરી ડ્રાઇવર ઔરમાન સિંહની 21 ઓગસ્ટના રોજ કરાયેલી હત્યા માટે તપાસકર્તા વેસ્ટ મર્સિયા પોલીસના ડિટેક્ટિવોએ ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ટિપટનના અર્શદીપ સિંહ, ડુડલેના જગદીપ સિંહ, સ્મેથવિકના શિવદીપ સિંહ અને ગ્રીન ફિલ્ડ રોડના મનજોત સિંહનો સમાવેશ થાય છે. તેમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયાં હતાં. હત્યારાઓને મદદ કરવાની શંકાથી ધરપકડ કરાયેલા પાંચમા વ્યક્તિને જામીન પર મુક્ત કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter