ડિલિવરુ ડ્રાઈવરના હુમલાખોરને સાડા સાત વર્ષની સજા

Tuesday 12th March 2024 06:59 EDT
 

લંડનઃ ગત વર્ષે બીજી એપ્રિલે ઈસ્ટ લંડનની ડિલિવરુ ચેઈનની માઈલ એન્ડ રોડ પરની કોસ્ટા કોફી શોપમાં મોટા ચાકુથી ડ્રાઈવર પર હુમલો કરનારા મોહમ્મદ શોહિદને ઈનર લંડન ક્રાઉન કોર્ટે સાડા સાત વર્ષની જેલની સજા ફરમાવી છે અને જાહેર જનતા માટે જોખમી હોવાથી વધારાના ચાર વર્ષ લાઈસન્સ પર સજા કાપવાની રહેશે. ડિલિવરુના ડ્રાઈવરે બાઈક ચોર મોહમ્મદને અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે તેણે ગ્રાહકોની હાજરીમાં ડ્રાઈવરની છાતીમાં ચાકુ હુલાવી દીધું હતું જેના કારણે ફેફસા, આંતરડા અને કિડનીને ગંભીર ઈજા પહોંચી હતી અને સપ્તાહો સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જ્યુરીએ મોહમ્મદને હત્યાના પ્રયાસ માટે નહિ પરંતુ, ઈરાદાપૂર્વક ઈજા કરવાના ગુના માટે દોષી ઠરાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter