લંડનઃ ડિસેમ્બરથી યુકેના નવા પાસપોર્ટ પર કિંગ ચાર્લ્સનું પ્રતિક ચિહ્ન ( કોટ ઓફ આર્મ્સ) છપાશે. તે ઉપરાંત યુકેમાં સામેલ 4 દેશના બેન નેવિસ, ધ લેક ડિસ્ટ્રિક્ટ, થ્રી ક્લિફ બે અને જાયન્ટ કોઝવે એમ ચાર કુદરતી સ્થળો પણ પ્રદર્શિત કરાશે.
પાંચ વર્ષમાં પહેલીવાર બ્રિટિશ પાસપોર્ટમાં બદલાવ થવા જઇ રહ્યો છે. પાંચ વર્ષ પહેલાં બ્રિટિશ પાસપોર્ટનો રંગ બ્લૂથી બદલીને બરગન્ડી કરાયો હતો. ક્વીન એલિઝાબેથ દ્વિતિયના પ્રતિક ચિહ્ન સાથેના પાસપોર્ટ એક્સપાયર થશે ત્યાં સુધી માન્ય ગણાશે. આમ તો 2023થી જ કિંગના નામે પાસપોર્ટ જારી કરવાનું શરૂ કરી દેવાયું હતું પરંતુ તેના કવર પર ક્વીનનું પ્રતિક ચિહ્ન યથાવત હતું.