ડીયર મામા હંમેશા અમારા હૃદય અને પ્રાર્થનામાં જીવંત રહેશેઃ કિંગ ચાર્લ્સ

Tuesday 21st April 2026 12:13 EDT
 
 

લંડન: બ્રિટનના દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયના 100મા જન્મદિવસે કિંગ ચાર્લ્સે તેમને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી હતી. મંગળવારે ટેલિવિઝન પર આપેલા સંદેશમાં કિંગ ચાર્લ્સે તેમની માતાને યાદ કરતા કહ્યું કે, ડીયર મામા હંમેશા અમારા હૃદય અને પ્રાર્થનાઓમાં જીવંત રહેશે. 21 એપ્રિલ, 1926ના રોજ જન્મેલા એલિઝાબેથ બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી હતા. સપ્ટેમ્બર 2022માં 96 વર્ષની વયે અવસાન પામ્યા તે પહેલાં તેમણે ૭૦ વર્ષ સુધી સિંહાસન સંભાળ્યું હતું.

કિંગ ચાર્લ્સે તેમની માતાના પ્રભાવને યાદ કરતા જણાવ્યું હતું કે, મહારાણીએ તેમની આસપાસની દુનિયાને એક નવો આકાર આપ્યો અને અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ્યું હતું.

મહારાણી જ્યારે જન્મ્યા ત્યારે તેઓ રાણી બનશે તેવી અપેક્ષા નહોતી, પરંતુ તેમના કાકાના પદત્યાગ બાદ તેમના પિતા રાજા બન્યા અને માત્ર 25 વર્ષની વયે 1952માં એલિઝાબેથના શિરે બ્રિટનનો તાજ આવ્યો.

કિંગ ચાર્લ્સે અંતમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયની ઘણી બાબતો કદાચ તેમને પરેશાન કરી શકી હોત, પરંતુ મને તેમની એ શ્રદ્ધા પર વિશ્વાસ છે કે ભલાઈ હંમેશા જીતે છે અને નવી સવાર ક્યારેય ક્ષિતિજથી દૂર હોતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter