ડીલરશિપ માલિકે ગ્રાહકને વળતર આપવું પડશે

Tuesday 03rd February 2015 05:39 EST
 

સ્ટોકપોર્ટઃ જોખમી વાહનની આદર્શ કાર તરીકે જાહેરાત કરી બધિર ગ્રાહકને તેનું વેચાણ કરનારા ડીલરશિપ માલિક નવાઝ મહમૂદને લગભગ £૭,૦૦૦ ચૂકવવા આદેશ કરાયો છે. એએમ મોટર્સના માલિકે રોડ ટ્રાફિક એક્ટ હેઠળ ગેરવાજબી ટ્રેડ પ્રેક્ટિસ સહિત સાત ગુનાની કબૂલાત કરી હતી.

તેને દરેક ગુના માટે £૫૦૦નો દંડ તેમ જ ખર્ચ તરીકે £૨,૦૮૫ અને વળતરરૂપે £૧,૦૧૮ ચૂકવવા મેજિસ્ટ્રેટ્સ કોર્ટે હુકમ કર્યો હતો. સીટ્રોન- C2 કાર કોઈ સુરક્ષા પરીક્ષણમાંથી પસાર કરાઈ ન હતી. ગ્રાહકે સ્ટોકપોર્ટ કાઉન્સિલના ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ વિભાગ સમક્ષ ફરિયાદ કર્યા પછી સ્વતંત્ર એન્જિનિઅરના પિપોર્ટમાં કારને ૧૭ ખામીઓ સાથે અયોગ્ય ગણાવી હતી. આ પછી ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ વિભાગે કોર્ટમાં રજૂઆત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter