લંડનઃ ડીવીએલએ પ્રોગ્રામ અંતર્ગત બે મિલિયન કારને રોડ ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. ડીવીએલએ સાથે રજિસ્ટર્ડ થયેલા 19,34,178 ઐતિહાસિક વાહનો છે. આ ક્લાસિક કારોને ઝીરો રોડ ટેક્સની સુવિધા મળી શકે છે.
ડીવીએલએના નિયમો પ્રમાણે 1 જાન્યુઆરી 1986 પહેલાં નિર્માણ થયેલાં વાહનોને 1 એપ્રિલ 2026થી વ્હિકલ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. ડીવીએલએના જણાવ્યા અનુસાર 40 કરતાં વધુ વર્ષથી પહેલું રજિસ્ટ્રેશન ધરાવતી કાર અને છેલ્લા 30 વર્ષથી વાહનમાં કોઇ મોટો બદલાવ ન કરાયો હોય તેમને વ્હિકલ ટેક્સમાંથી માફી મળશે.
વાહનમાલિક તેમની કાર, વાન, મોટરસાઇકલ અને ટ્રાઇસિકલને વ્હિકલ ટેક્સમાંથી મુક્તિ માટે અરજી કરી શકે છે. આ નિયમ પ્રાઇવેટ હેવી ગૂડ્સ વ્હિકલને પણ લાગુ પડે છે. પરંતુ તે માટેની શરત એ છે કે તેમની માલસામાનની હેરફેર માટે ડિઝાઇન કરી શકાતી નથી અથવા તો તે વાહનનો ઉપયોગ ડ્રાઇવર ટ્રેનિંગ માટે થતો હોવો જોઇએ નહીં.
ટેક્સમાંથી મુક્તિ માટે વોલન્ટરી અથવા કોમ્યુનિટી હેતૂઓ માટે વપરાતી બસના માલિકો પણ અરજી કરી શકે છે. મોબાઇલ ક્રેઇન અને પમ્પ જેવા સ્પેશિયાલિસ્ટ વાહનો માટે પણ અરજી કરી શકાય છે.


