ડેઇલી મેઇલ કેસઃ પ્રિન્સ હેરી પર 50 મિલિયન પાઉન્ડના કાનૂની ખર્ચનું જોખમ

પ્રિન્સ હેરીએ ચુકાદાને ધોળે દિવસે થયેલો અન્યાય ગણાવ્યો

Tuesday 14th July 2026 09:26 EDT
 
 

લંડનઃ ડેઇલી મેઇલ સામેના કાનૂની જંગમાં પ્રિન્સ હેરી સહિતના દાવેદારોને મોટો ફટકો પડ્યો છે. પ્રિન્સ હેરીની સાથે આ કરોડો પાઉન્ડના કાનૂની જંગમાં દિવંગત અશ્વેત કિશોર સ્ટીફન લોરેન્સના માતા ડોરીન લોરેન્સ, પ્રખ્યાત ગાયક એલ્ટન જોન અને તેમના પતિ ડેવિડ ફર્નિશ, અભિનેત્રીઓ એલિઝાબેથ હર્લી અને સેડી ફ્રોસ્ટ, તેમજ ભૂતપૂર્વ બ્રિટિશ મંત્રી સાઈમન હ્યુજીસ સામેલ હતા. આ તમામ પક્ષોએ ડેઈલી મેઈલ, મેઈલ ઓન સન્ડે અને મેઈલઓનલાઈનના પ્રકાશક એસોસિએટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ સામે મોરચો માંડ્યો હતો. ચુકાદા બાદ પ્રિન્સ હેરી અને ડોરીન લોરેન્સે એક સંયુક્ત નિવેદનમાં આ ચુકાદાને સંપૂર્ણ રીતે ધોળા દિવસે થયેલો અન્યાય ગણાવ્યો હતો.

હવે તેમના પર 50 મિલિયન પાઉન્ડના કાનૂની ખર્ચનો બોજો તોળાઇ રહ્યો છે. એસોસિએટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડે પ્રિન્સ હેરી અને સહયોગીઓના આરોપને હાંસીપાત્ર અને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું હતું કે, આ કેસમાં કોર્ટના કિંમતી સમય અને 50 મિલિયન પાઉન્ડનો વેડફાટ થયો છે. આ મહિનાના અંતમાં યોજાનારી આગામી સુનાવણીમાં કોર્ટ નક્કી કરશે કે આ આખો કાનૂની ખર્ચ પ્રિન્સ હેરી અને અન્ય અરજીકર્તાઓએ જ ભોગવવો પડશે કે કેમ. હવે આ કેસની હાર કરતાં પણ મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter