લંડન: ભારતીય મૂળના 48 વર્ષીય કુલવિંદર રામને એક મહિલા અને બાળક પર જીવલેણ હુમલો કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં ચાર અઠવાડિયા સુધી ચાલેલી સુનાવણી બાદ મંગળવારે આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ઘટના ઓક્ટોબર 2024માં ડેગનહેમ વિસ્તારમાં બની હતી, જ્યાં આરોપીએ મહિલા અને બાળક પર છરી વડે હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે રામે અન્ય એક બાળકને પણ ગંભીર શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો ઈરાદો પીડિતોની હત્યા કરવાનો જ હતો.
સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે હુમલા સમયે કુલવિંદર રામ 'સ્કિઝોફ્રેનિયા' નામની માનસિક બીમારીથી પીડાતો હતો. આરોપીને આગામી દિવસોમાં સજા ફટકારવામાં આવશે.

