લંડનઃ ડેટિંગ એપ પર મિટિંગ નક્કી કરીને મુલાકાત દરમિયાન હુમલા અને લૂટ કરી લેવાની ઘટનાઓમાં બર્મિંગહામના પાંચ વ્યક્તિ સામે આરોપ ઘડાયાં છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે બર્મિંગહામના દેમાલજી હદઝા, અલી હસન, વસિમ ઓમર પર કાવતરૂં કરીને લૂટ કરવાના આરોપ ઘડ્યાં છે. તેમને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા બાદ કસ્ટડીમાં મોકલી અપાયાં હતાં. હવે પછીની સુનાવણી આગામી મહિને યોજાશે. પોલીસે ડેટિંગ એપ પર મળેલી વ્યક્તિ સાથે પહેલીવારની મુલાકાત માટે કેટલીક સાવધાની રાખવા અપીલ કરી છે.

