ડેન્ટિસ્ટ્સની એપોઈન્ટમેન્ટ પણ મોંઘી પડશે

Tuesday 28th March 2023 15:02 EDT
 
 

લંડનઃ એપ્રિલ મહિનાથી NHSના ડેન્ટિસ્ટ્સની એપોઈન્ટમેન્ટ મોંઘી પડશે કારણકે 24 એપ્રિલથી ચાર્જીસમાં 8.5 ટકા સુધીનો વધારો થઈ રહ્યો છે. હેલ્થ મિનિસ્ટર નીલ ઓબ્રાયને આ ભાવવધારાની જાણકારી સાંસદોને સોમવાર 27 માર્ચે આપી હતી. પેશન્ટ્સના ચેક-અપનો ચાર્જ 23.80 પાઉન્ડથી વધીને 25.80 પાઉન્ડ થયો છે જ્યારે ફિલિંગ એપોઈન્ટમેન્ટના ચાર્જ પેટે 65.20 પાઉન્ડના બદલે 70.70 પાઉન્ડ ચૂકવવા પડશે. આનાથી મધ્યમ આવક ધરાવનારા લોકોને ભારે ફટકો પડશે.

લાખો લોકો તેમના ડેન્ટિસ્ટ પાસે એપોઈન્ટમેન્ટ્સ મેળવવા વલખાં મારી રહ્યા છે ત્યારે 10માંથી ત્રણ બાળકો ખરાબ દાંત સાથે શાળાજીવનની શરૂઆત કરી રહ્યા છે. ગત સપ્તાહના YouGov પોલ મુજબ 10માંથી એક બ્રિટિશર નાણા બચાવવા અથવા એપોઈન્ટમેન્ટ નહિ મળવાના કારણે ‘ડુ ઈટ યોરસેલ્ફ – DIY’ ડેન્ટિસ્ટ્રીનો સહારો લઈ રહ્યા છે. બ્રિટિશ ડેન્ટલ એસોસિયેશન (BDA) દ્વારા જણાવાયું હતું કે કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી મધ્યે ચાર્જ વધારવા પેશન્ટ્સનું અપમાન છે પરંતુ, ડેન્ટિસ્ટ્સને તેનાથી કોઈ લાભ થવાનો નથી. BDAના ચેરમેન શોન શેવુડે કહ્યું હતું કે આ વધારાથી સંઘર્ષરત સેવાને એક પેની પણ મળવાની નથી. પેશન્ટ્સને વધુ ચૂકવણી કરવા જણાવાય છે જેથી સરકાર- મિનિસ્ટર્સે ઓછી ચૂકવણી કરવી પડે.

ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના વીકએન્ડથી મેડિસિન પ્રિસ્ક્રીપ્શન ચાર્જીસમાં પણ વધારો થઈ રહ્યો છે વર્તમાન ચાર્જમાં 30 પેન્સના વધારા સાથે નવો ચાર્જ 9.65 પાઉન્ડ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter