લંડનઃ ડેન્માર્કમાં રાજ્યાશ્રયના દાવા છેલ્લા 40 વર્ષની નીચી સપાટી પર આવી ગયાં છે. યુકેના હોમ સેક્રેટરી ડેન્માર્કની આ સફળતાથી ઘણા પ્રભાવિત થયાં છે. હવે તેઓ યુકેમાં પણ ડેન્માર્ક સ્ટાઇલ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવા માગે છે. આ માટે તેમણે ગયા મહિને હોમ ઓફિસના કેટલાક અધિકારીઓને કોપનહેગન મોકલ્યા હતા જેથી ઇમિગ્રેશન ઘટાડવા કેવા પ્રકારના પગલાં લઇ શકાય તેની વિચારણા કરી શકાય.
ડેન્માર્કમાં ફેમિલી રિયુનિયનના નિયમો ઘણા આકરા છે અને રેફ્યુજીને હંગામી ધોરણે જ આશ્રય આપવામાં આવે છે ડેન્માર્કમાં પોતાના પરિવારજનને લાવવા ઇચ્છતા ઇમિગ્રન્ટ પાસે સ્વતંત્ર રેસિડેન્સ સ્ટેટસ હોવું જરૂરી છે અને ગેરેંટી તરીકે 7000 પાઉન્ડ ચૂકવવા પડે છે.
જોકે લેબર પાર્ટીના કેટલાક સાંસદો દ્વારા હોમ સેક્રેટરીની કવાયતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે શબાના માહમૂદની યોજનાને આકરી અને ફાર રાઇટ ગણાવી છે.


