ડેવન અને સમરસેટમાંથી મળ્યા 39 કરોડ પુરાણા વૃક્ષના અવશેષો

Saturday 16th March 2024 06:19 EDT
 
 

જગવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી અને કાર્ડિફ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ડેવોન અને સમરસેટના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા પહાડી વિસ્તારોમાંથી વિશ્વમાં પ્રાચીનતમ વૃક્ષના અવશેષો શોધી કાઢ્યા છે. આ અવશેષો આશરે 39 કરોડ (39 મિલિયન) વર્ષ પુરાણા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે કેલામોફાઈટનના નામથી ઓળખતા આ અવશેષ વિશ્વમાં અત્યાર સુધીમાં મળેલા અવશેષોમાં સૌથી પ્રાચીન છે. આ પહેલાં ન્યૂ યોર્કમાં 40 લાખ વર્ષ જૂના અવશેષ મળી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter