લંડનઃ પૂર્વ વડાપ્રધાન લોર્ડ ડેવિડ કેમેરનના વર્ષોથી સમર્થક રહેલા લોર્ડ ડોલર પોપટે યુકેની રાજનીતિમાં વાપસીને આવકારતાં અભિનંદન આપતો પત્ર લખ્યો છે. પત્રમાં લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને યુક્રેન તથા ગાઝા યુદ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમ મધ્યે વિદેશ મંત્રી તરીકેની તમારી નિયુક્તિ આવકારદાયક છે. આ મુશ્કેલ સમયમાં મહત્વની ભુમિકાઓમાં આપણી પાસે અનુભવી લોકો હોય તે આવશ્યક છે અને વિદેશ મંત્રી તરીકેની ભુમિકા માટે હું આનંદ અનુભવી રહ્યો છું.
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, દિવાળીના આ સમયમાં આપણે અંધકાર મધ્યે પ્રકાશ તરફ જોઇ રહ્યાં છીએ. આપણે આ નિયુક્તિ દ્વારા તેને જોઇ રહ્યાં છીએ. કન્ઝર્વેટિવ પાર્ટીને આધુનિક બનાવવા, બ્રિટિશ ઇન્ડિયન કોમ્યુનિટીમાં પાર્ટીની વગ ઊભી કરવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં બ્રિટનની ભુમિકા માટે મહત્વાકાંક્ષી બનવા માટેની તમારી તમામ કામગીરી મને યાદ આવે છે.
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, યુગાન્ડા અને રવાન્ડામાં વડાપ્રધાનના ટ્રેડ રાજદૂત તરીકે તમારા દ્વારા કરાયેલી મારી નિયુક્તિમાં આજે પણ ભુમિકા ભજવવાનું મને ગૌરવ છે. તમારી કામગીરીમાં મારી કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો મારો સંપર્ક કરતા ખચકાશો નહીં. તમારી નવી ભુમિકા માટે મારી


