લંડનઃ દર્દીની મંજૂરી વિના જ તેમની ઓવરી દૂર કરનાર ડો. અલી શોકૌહ અમીરને મેડિકલ સેવામાંથી હાંકી કાઢવાની માગ બુલંદ બની રહી છે. ડો. અલી નવેમ્બર 2022થી સાઉથ એસેક્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે ગાયનોકોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગ્યુઅર્નસેમાં ફરજ બજાવતા હતા ત્યારે 6 દર્દીઓ દ્વારા તેમના પર ગંભીર આરોપ મૂકાયા હતા. તેમ છતાં એસેક્સ હેલ્થ ટ્રસ્ટ ડો. અલીને બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે. પેનલ ડોક્યુમેન્ટ કહે છે કે ડો. અલીની કામગીરી અંગે કોઇ ચિંતાનું કારણ નથી પરંતુ તેમને એનએચએસમાંથી હાંકી કાઢવા શરૂ કરાયેલી પીટિશન પર હજારો લોકોએ હસ્તાક્ષર કર્યાં છે.