લંડનઃ પૂર્વ વડાના અમાનવીય અને ક્રુર વર્તનથી પરેશાન ઓક્સફામના ટ્રસ્ટી ડો. બલવંત સિંહે ચેરિટી બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે પૂર્વ વડા પર વહીવટમાં નિષ્ફળતાના પણ આરોપ લગાવ્યા હતા.
ડો. સિંહે જણાવ્યું હતું કે, મેં બોર્ડના વહીવટ, વિશ્વસનિયતા, પારદર્શકતા અને જવાબદારીમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. બાહ્ય રેગ્યુલેટરી હસ્તક્ષેપ કરવા માટે આ નિષ્ફળતાઓ પુરતી અને ગંભીર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં જ ચેરિટીના વડાપદેથી હલિમા બેગમની હકાલપટ્ટી કરાઇ હતી. ચેરિટીના ટ્રસ્ટીઓ મધ્યે વિભાજન બાદ હલિમાને ડિસેમ્બર 2025માં સંસ્થાના ચેરમેનપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
નવેમ્બર 2022થી ઓક્સફામના ટ્રસ્ટી રહેલા સિંહે જણાવ્યું હતું કે, હલિમા બેગમે જે અમાનવીય અને ક્રુર વર્તન કર્યું તેના માટે હું તેમને માફી આપું છું. આપણે વધુ સારી રીતે કામ કરી શક્યાં હોત.


