ડોક્ટર અને નર્સની અછત નિવારવા સરકાર અભ્યાસક્રમો ટૂંકાવશે

મેડિકલ અભ્યાસક્રમ એક વર્ષ અને નર્સિંગ અભ્યાસક્રમ 6 મહિના ટૂંકાવવા તૈયારી

Tuesday 30th May 2023 12:07 EDT
 
 

લંડનઃ સરકાર એનએચએસમાં ડોક્ટરો અને નર્સોની અછત નિવારવા ઘાંઘી બની છે અને તે હવે ડોક્ટરો માટેના મેડિકલ અભ્યાસક્રમને એક વર્ષ જેટલો ટૂંકાવવાની યોજના બનાવી રહી છે. જેના પગલે મેડિકલ ડિગ્રીનો અભ્યાસક્રમ પાંચ વર્ષથી ટૂંકાવીને 4 વર્ષનો કરાશે. નર્સોની અછતને નિવારવા માટે નર્સિંગ અભ્યાસક્રમને પણ ટૂંકાવીને અઢી વર્ષનો કરવાની યોજના સરકાર તૈયાર કરી રહી છે. જોકે ટીકાકારો કહે છે કે આ રીતે અભ્યાસક્રમ ટૂંકાવી દેવાથી દર્દીઓ જોખમમાં મૂકાઇ જશે. અભ્યાસક્રમ ટૂંકાવી દેવાથી એનએચએસમાંથી થઇ રહેલા ડોક્ટરો અને નર્સોના પલાયનને અટકાવી શકાશે નહીં.

એક ટીકાકારે જણાવ્યું હતું કે, સરકાર હાલના અનુભવી કર્મચારીઓને સાચવવાને બદલે નવા કર્મચારીઓની ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એનએચએસના એક સૂત્રે જણાવ્યું હતું કે, સરકાર ફક્ત નવા કર્મચારીઓની ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બિનઅનુભવી કર્મચારીઓ હાલના અનુભવી કર્મચારીઓ જેટલી કાર્યક્ષમતાથી કામ કરી શકશે નહીં. સરકાર નર્સોની આડેધડ ભરતી કરી રહી છે. હાલ નર્સિંગનો અભ્યાસક્રમ 3વર્ષનો છે. તેમાં વધારો કે ઘટાડો કરવા માટે સરકારે રેગ્યુલેટરી બોડીની પરવાનગી લેવી પડશે. જે રાતોરાત મળી જવાની નથી. નવા મેડિકલ અભ્યાસક્રમઅગાઉ જેટલી જ ગુણવત્તા ધરાવતા હોવા જોઇએ જેથી તેનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ એટલી કાર્યક્ષમતાથી કામ કરી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter