લંડનઃ ટિકટોક પર નામના મેળવનારા એક ડોક્ટરે એનએચએસને 52,000 પાઉન્ડનો ચૂનો લગાવતા તેમના પર ડોક્ટર તરીકેની પ્રેકટિસ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કાનના ડોક્ટર તરીકે જાણીતા ડો. કિફાયત ઉલ્લાહે 22.5 કલાક કામ કર્યું હોવા છતાં ટાઇમશીટમાં 45 કલાક કામ કર્યાનું દર્શાવીને છેતરપિંડી કરી હતી. તેણે જણાવ્યું હતું કે, દીકરીઓની પ્રાઇવેટ સ્કૂલની ફી ભરવા માટે તેણે આમ કર્યું હતું. એનએચએસની તપાસમાં આ ડોક્ટરની વૈભવી લાઇફસ્ટાઇલ સામે આવી હતી.

