7 એપ્રિલથી રેસિડેન્ટ ડોક્ટરોની 6 દિવસની હડતાળ

Tuesday 31st March 2026 10:15 EDT
 

લંડનઃ સરકાર અને બ્રિટિશ મેડિકલ એસોસિએશન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગતા રેસિડેન્ટ ડોક્ટરો આગામી મહિનામાં 6 દિવસ હડતાળ પર જશે. એસોસિએશને જણાવ્યું હતું કે, સરકાર અમારી વેતન વધારા અને નોકરીઓની અછત અંગેની ચિંતાઓ પર પુરતું ધ્યાન આપવા તૈયાર નથી તેથી અમે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. એસોસિએશને જણાવ્યું હતું કે, 7 એપ્રિલના સવારના 7 કલાકથી હડતાળનો પ્રારંભ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર આ વર્ષે રેસિડેન્ટ ડોક્ટરોને 3.5 ટકાનો પગાર વધારો આપવાની હતી. સ્વતંત્ર પે રિવ્યૂ બોડી દ્વારા આ ભલામણ કરાઇ હતી અને સરકારે તેનો સ્વીકાર પણ કર્યો હતો. જોકે એસોસિએશનનો આરોપ છે કે આ પગારવધારો ડોક્ટરોને ફટકા સમાન છે.

આ પગાર વધારો ફક્ત રેસિડેન્ટ ડોક્ટરોને નહીં પરંતુ તમામ ડોક્ટરોને અપાશે. આ ઉપરાંત સરકાર રેસિડેન્ટ ડોક્ટરોને એક્ઝામ ફી જેવા ખર્ચ પણ ચૂકવવા તૈયાર છે. તેમજ ટ્રેનિંગ પોસ્ટમાં વધારો કરવા પણ સરકારે તૈયારી દર્શાવી છે.

ડોક્ટરોને હડતાળ રદ કરવા વડાપ્રધાનનું 48 કલાકનું અલ્ટીમેટમ

લંડનઃ વડાપ્રધાન સ્ટાર્મરે બ્રિટિશ મેડિકલ એસોસિએશનને તેના દ્વારા ઘોષિત ડોક્ટરોની 6 દિવસની હડતાળ પાછી ખેંચી લેવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વડાપ્રધાને ચેતવણી આપી છે કે હડતાળ જારી રહેશે તો ડોક્ટરોને 1000 વધારાના તાલીમી સ્થળ ગુમાવવા પડશે. વડાપ્રધાને ડોક્ટરોની હડતાળને ગેરવ્યાજબી ઠેરવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter