લંડનઃ ડ્રગના વેપારમાં દોષી ઠરેલા ડ્રગ ડીલર ગુરવિન્દર દારીને શસ્ત્રો રાખવા માટે વધુ પાંચ વર્ષ કેદની સજા અપાઇ છે. સેન્ડવેલમાં પોલીસ દ્વારા પડાયેલા દરોડામાં આ શસ્ત્રો મળી આવ્યા હતા. પોલીસને 9એમએમની પિસ્તોલ, પાંચ રાઉન્ડ કારતૂસ અને ગાંજો પણ મળી આવ્યો હતો. ગુરવિન્દરે આ શસ્ત્રો અને ગાંજો ભરેલી બેગ સાયમન માલ્હી નામની વ્યક્તિને આપી હતી. ત્યારબાદ પોલીસે દારીના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા જ્યાંથી તેમને ડ્રગનો મોટો વેપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. દારીને ડ્રગના વેપાર માટે 12 વર્ષ કેદની સજા અપાઇ હતી.