ડ્રગ્સ સાથે ઝડપાયેલા સ્લાઉના મોહસિન હુસૈનને 3 વર્ષની કેદ

Tuesday 30th June 2026 11:20 EDT
 
 

લંડનઃ સ્લાઉના સોલ્ટ હિલ પાર્ક વિસ્તારમાંથી ક્લાસ એ કેટેગરીના ડ્રગ્સના 100 પેકેટ સાથે ઝડપાયેલા મોહસિન હુસૈનને રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા 3 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. હુસૈને કોકેન અને હેરોઇન સહિતના ડ્રગ્સ રાખવા અને વેચવાના ગુનાની કબૂલાત કરી હતી. સોલ્ટ હિલ પાર્કમાં 5 ફેબ્રુઆરીના રોજ ડ્રગ્સની હેરાફેરીની સૂચના પ્રાપ્ત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હુસૈને ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને ઝડપી લીધો હતો. તલાશી દરમિયાન હુસૈન પાસેથી 1000 પાઉન્ડની બજાર કિંમતના ડ્રગ્સના 100 પેકેટ મળી આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter