ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલી મનાતી મેટ્રો પોલીસકર્મી રસવિન્દરની હકાલપટ્ટી

રસવિન્દરના મકાનમાંથી કોકેન અને અફીણ-ગાંજાના છોડ મળી આવ્યા હતા

Wednesday 09th November 2022 06:23 EST
 
 

લંડન

સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેનાર મેટ્રોપોલિટન પોલીસની એક અધિકારીના ઘરમાંથી કોકેન મળી આવતાં તેને નોકરીમાંથી હાંકી કઢાઇ છે. 47 વર્ષીય પી સી રસવિન્દર અગાલ્લિઉ વેસ્ટમિન્સ્ટર અને વેસ્ટ લંડનને આવરી લેતા યુનિટમાં ફરજ બજાવતી હતી. પોલીસ દ્વારા તેના ઘર પર દરોડા પડાયા બાદ તેના પર માદકદ્વવ્યોનો સપ્લાય કરવાની શંકાથી ધરપકડ કરાઇ છે.

મિસકન્ડક્ટ પેનલને જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ 25 જૂન 2020ના રોજ રસવિન્દરના નિવાસસ્થાને દરોડો પાડીને કોકેન, મોટા પ્રમાણમાં રોકડ અને પોલીસ રેડિયો જપ્ત કર્યાં હતાં. ચાર મહિના બાદ પોલીસે તેના અગાઉના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા જ્યાં તેમને મોટી સંખ્યામાં અફીણના છોડ મળી આવ્યાં હતાં. રસવિન્દર અહીં અફીણ અને ગાંજાની ખેતી કરતી હતી.

જોકે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના નિર્ણયને પગલે રસવિન્દર પર કોઇ પ્રકારના આરોપ ઘડાયા નહોતા. જોકે મેટોપોલિટન પોલીસ દ્વારા નિયમોના ઉલ્લંઘન માટે તેને નોકરીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter