ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલો જશપાલ કથિરિયા દોષી

Tuesday 23rd May 2023 13:52 EDT
 
 

લંડનઃ બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સીએ દેશવ્યાપી કેફી દ્રવ્યોની દાણચોરી કરતાં નેટવર્કને ઝડપી પાડ્યું તેમાં એક 33 વર્ષનો ભારતીય મૂળનો જશપાલસિંહ કથિરિયા ડ્રાઇવરી તરીકે ડ્રગ્સની ખેપ કરતાં પકડાઈ જતાં વોલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે તેને કસૂરવાર ઠેરવ્યો હતો. કથિરિયા તથા અન્ય બે જણાને સજા બાદમાં કરવામાં આવશે.

નેશનલ ક્રાઇમ એજન્સીના બ્રાંચ કમાન્ડર મિક પોપે જણાવ્યું હતું કે નેધરલેન્ડથી યુકે અને આયરલેન્ડમાં ડ્રગ્સ ઘુસાડી આ ટોળકી તગડો નફો રળતી હતી. નોર્ધન આયરલેન્ડમાં ફેબ્રુઆરી 2021માં બેલફાસ્ટ પોર્ટ પરથી 16 લાખ પાઉન્ડનું ડ્રગ્સ ઝડપાયું ત્યારથી વોલ્વરહેમ્પટનના રહીશ અને ટોળકીના રિંગલીડર એન્થોની ટેરી પર એજન્સીની નજર હતી. આ ટોળકી નેધરલેન્ડથી ડ્રગ્સ ઇંગ્લેન્ડ લાવી તેને બળતણની ટાંકીઓમાં ભરી આખા દેશમાં પહોંચાડતી હતી.
ટેરીએ કોકેઇનનો જથ્થો લેવા માટે વોલ્વરહેમ્પટનના માઇકલ કોલીસને નેધરલેન્ડ મોકલ્યો હતો. તેની સાથે બીજા બે ડ્રાઇવર મોહમ્મદ ઉમર ખાન અને કથિરિયાને ડ્રાઇવર તરીકે રાખવામાં આવ્યા હતા. કોલીસ નેધરલેન્ડ જઇ ડ્રગ્સ લાવતો હતો. જ્યારે કથિરિયા આયરલેન્ડમાં ડ્રગ્સ મોકલતો હતો.  કોલીસ અને કથિરિયાની માર્ચ 2021માં ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter