ડ્રાઇવ-વે વગરના વાહનચાલકો પર આર્થિક બોજ: વર્ષે 2,000 પાઉન્ડનો ફટકો

ઓફ સ્ટ્રીટ પાર્કિંગ કરનારાને મોંઘુ વીમા પ્રીમિયમ ચૂકવવું પડે છે

Tuesday 07th April 2026 11:09 EDT
 
 

લંડન: યુકેમાં પોતાના ઘર પાસે ખાનગી પાર્કિંગ અથવા 'ડ્રાઇવ-વે' (Driveway) ની સુવિધા ન ધરાવતા પરિવારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ ડ્રાઇવ-વે વગરના વાહનચાલકોએ સરેરાશ 2,000 પાઉન્ડ જેટલો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.

વીમા સંલગ્ન સંસ્થા  ગો કમ્પેર દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર, જે વાહનચાલકો રસ્તા પર પાર્કિંગ કરે છે, તેમને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ ધરાવતા લોકોની સરખામણીએ વધુ મોંઘું વીમા પ્રીમિયમ ચૂકવવું પડે છે. ડ્રાઇવ-વેના અભાવે વાહન ચોરી કે નુકસાનનું જોખમ વધતું હોવાથી વીમા કંપનીઓ આ પ્રકારના ચાર્જ વસૂલે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે દસ વર્ષના ગાળામાં આ તફાવત વધીને સરેરાશ 2,000 પાઉન્ડ સુધી પહોંચી જાય છે. રસ્તા પર વાહન પાર્ક કરવા માટે લેવામાં આવતી સરકારી પરમિટ ફી પણ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ બગાડી રહી છે.

વીમા નિષ્ણાત સ્ટીવ રામસેએ જણાવ્યું હતું કે, જે ઘરોમાં ડ્રાઇવ-વે નથી તેઓ તેમના પડોશીઓ કરતા વાર્ષિક 2,118 પાઉન્ડ જેટલો વધુ ખર્ચ માત્ર વીમા અને પાર્કિંગ પેટે કરે છે. લંડન જેવા શહેરોમાં આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે, કારણ કે નવા બાંધકામોમાં પાર્કિંગની જગ્યાઓ ઘટાડવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter