લંડનઃ ડ્રાઇવિંગ કરતી વખતે નાકમાં આંગળી નાખવાના કારણે 2500 પાઉન્ડનો દંડ અને નવ પેનલ્ટી પોઇન્ટની સજા થઇ શકે છે. યુકેના ડ્રાઇવરોમાં નાકમાં આંગળી નાખવાની ટેવ સામાન્ય છે. જોકે આ બિનનુકસાનકારક કૃત્યના ગંભીર પરિણામ પણ આવી શકે છે. સિલેક્ટ કાર લિઝિંગના નિષ્ણાત ગ્રેહામ કોનવે કહે છે કે ડ્રાઇવિંગ વ્હીલ પરથી એક હાથ લઇ લેવાનો અર્થ એ છે કે તમે તમારા વાહન પર સંપુર્ણ નિયંત્રણ ધરાવતા નથી. લોકો કાર ડ્રાઇવ કરતી વખતે સ્મોકિંગ, ડ્રીંકિંગ અને ઇટિંગની આદત તો ધરાવે છે. કેટલાકને પોતાના નખ ખાવાની આદત હોય છે અને કેટલાક રિઅર વ્યૂ મિરરમાં જોઇને વાળ ઓળવતા હોય છે. આ બધું જ કેરલેસ ડ્રાઇવિંગની શ્રેણીમાં આવે છે. તેના માટે કોર્ટ 3થી 5 પેનલ્ટી પોઇન્ટની સજા આપી શકે છે. તે ઉપરાંત 2500 પાઉન્ડ સુધીના દંડની પણ જોગવાઇ છે.

