ડ્રાઈવરને વિક્રમજનક ૧૪૪ પેનલ્ટી પોઈન્ટ !

Wednesday 05th September 2018 03:29 EDT
 
 

લંડનઃ એસેક્સના વેસ્ટક્લીફ-ઓન-સીના ૨૭ વર્ષીય એશ્લે પર્ટને વિક્રમજનક ૧૪૪ પેનલ્ટી પોઈન્ટ અપાયા બાદ સાઉથએન્ડ મેજિસ્ટ્રેટ કોર્ટે તેના પર ત્રણ વર્ષ સુધી ડ્રાઈવિંગ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

પોલીસે જાન્યુઆરી ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન નિર્ધારિત ઝડપ કરતાં ૨૪ ગણી ઝડપે જતી ચાર કાર ઝડપી હતી. તેમાં ઔડી A ૩, BMW 1 સીરીઝ, સિલ્વર ફોર્ડ ફોકસ અને ફોર્ડ ફોકસ સ્પોર્ટનો સમાવેશ થતો હતો. આ ચારેય કાર એશ્લેના નામે નોંધાયેલી હતી. પરંતુ, આ કાર કોણ ચલાવતું હતું તેનું નામ પોલીસને આપવામાં તે નિષ્ફળ રહ્યો હતો. તે બદલ તેને ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૧,૪૯૦ પાઉન્ડનો દંડ કર્યો હતો અને એક પીડિતને કોસ્ટના ૮૦૦ પાઉન્ડ અને સરચાર્જના ૩૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter