લંડનઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇને પગલે બ્રિટનમાં યહૂદી અને મુસ્લિમ સમુદાયો વચ્ચે વધેલા તણાવને ઘટાડવાના પ્રયાસરૂપે યહૂદી ધર્મસ્થાનો દ્વારા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો માટે ઇફતાર પાર્ટીઓનું આયોજન થઇ રહ્યું છે. ફૂડ ફોર ફ્રેન્ડશિપની થીમ સાથે આ આયોજનો કરવામાં આવી રહ્યાં છે જેથી બ્રિટનમાં યહૂદી અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સારા સંબંધો સ્થાપિત કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં મંદિરો અને ગુરુદ્વારાઓ દ્વારા વર્ષોથી રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો માટે ઇફતાર પાર્ટીઓનું આયોજન થતું રહ્યું છે.