લંડનઃ અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરનાર કમભાગી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના કારણો શોધવા માટેની તપાસ સમિતિ દ્વારા જારી કરાયેલા પ્રાથમિક અહેવાલ સામે ઘણી નારાજગી પ્રવર્તી રહી છે. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં બ્રિટિશ ભારતીય પરિવારોના મોત થયાં હતાં. તેમના સ્વજનો કહે છે કે તપાસ અહેવાલના તારણો દ્વારા અમને અમારા સવાલોના જવાબ મળી રહ્યાં નથી અને ઉલટાનું આ તપાસ મુક્ત, ન્યાયી અને પારદર્શી બની રહેશે તે અંગે પણ અમને શંકાઓ છે.