તબીબો ફરજિયાત કોવિડ વેક્સિન મુદ્દે કાનૂની જંગ છેડવા તૈયાર

Wednesday 02nd February 2022 05:37 EST
 

લંડનઃ NHS સ્ટાફ માટે ફરજિયાત કોવિડ વેક્સિન મુદ્દે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સાતે દલીલમાં ઉતરેલા ઈન્ટેન્સિવ કેર ડોકટર સ્ટીવ જેમ્સ સહિતના તબીબોના જૂથે સરકાર આ આ નીતિનો અંત લાવે તેવી માગણી સાથે કાનૂની કાર્યવાહી આરંભી છે.

કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ એનેસ્થેટિસ્ટ તરીકે કાર્યરત ડો. જેમ્સ સ્ટીવે કોઈ વેક્સિન લીધું નથી. તેઓ અન્ય સાત મેડિકલ પ્રોફેશનલ સાથે મળીને જ્યુડિશિયલ રીવ્યૂ માગી રહ્યા છે. હેલ્થ પ્રોફેશનલ્સને ફરજિયાત વેક્સિન આપવાની કાયદેસરતાનો મુદ્દો ચકાસવાની માગણી છે. ડો. જેમ્સ અને અન્ય પ્રોફેશનલ્સ વતી લીગલ ફર્મ જેક્સન ઓસ્બોર્ને સમીક્ષાની માગણી સાથેના દસ્તાવેજ હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા છે. દસ્તાવેજમાં દલીલ કરાઈ છે કે આદેશ લાદતો નિર્ણય ગેરકાયદે, અતાર્કિક અને અપ્રમાણસરનો છે. સાઉથ લંડનમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલની મુલાકાતે આવેલા હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સાથે ફરજિયાત વેક્સિનેશન વિરુદ્ધ દલીલો કર્યા પછી ડો. જેમ્સ લોકોમાં જાણીતા બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે ડો. જેમ્સે મહામારીના ગાળામાં સતત કામગીરી બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter