લંડનઃ યુકેમાં પહેલી એપ્રિલથી બદલાતા નાણાકીય વર્ષમાં અનેક ફેરફારો અમલમાં આવ્યા છે. એનર્જી સહિતના બિલ્સમાં વધારો થયો છે તેની સામે નેશનલ ઈન્સ્યુરન્સના ફાળામાં વધારાથી આવકમાં કપાત વધવાની છે. આ સાથે સામાન્ય માનવીના બિલ્સમાં કેટલો વધારો થઈ શકે તેની ઝલક અપાઈ છે.
• વર્ષ 2022-23માં ડિસ્પોઝેબલ એટલે ખર્ચ કરી શકવા પાત્ર આવકોમાં 2.2 ટકા જેટલો ઘટાડો થશે • પ્રાઈસ કેપમાં ફેરફારનો અર્થ એ છે કે સરેરાશ ડ્યૂઅલ-ફ્યૂલ ડીલ 1,277 પાઉન્ડથી વધીને 1,971પાઉન્ડ થશે • બધા લોકો માટે નેશનલ ઈન્સ્યુરન્સના બિલ્સ 1.25 પર્સન્ટેજ પોઈન્ટ વધી જશે. 50,270 પાઉન્ડથી વધુ આવક મેળવતા વર્કર્સે હવે 2 ટકાના બદલે 3.25 ટકા લેખે Nl ફાળો ચૂકવવો પડશે • બ્રોડબેન્ડ અને મોબાઈલ ફોન કંપનીઓ પણ તેમના ભાવમાં 11.7 ટકા સુધીનો વધારો કરવાની છે • સરેરાશ હાઉસહોલ્ડ-ઘર (band D) માટે કાઉન્સિલ ટેક્સમાં 3.5 ટકા સુધીનો વધારો થશે • વોટર કંપનીઓ પણ કિંમતોમાં આશરે 10.8 ટકા વધારો કરવા તત્પર છે • સિંગલ ટ્રીપની સરેરાશ પ્રાઈસ વધવા સાથે ટ્રાવેલ ઈન્સ્યુરન્સ પણ 18 પાઉન્ડથી વધીને 28 પાઉન્ડ થશે • ટ્રેઝરીએ ગયા ત્રણ વર્ષમાં ટેક્સ ચૂકવણી આરંભની મર્યાદામાં માત્ર 0.5 ટકા વધારીને એકસ્ટ્રા 7.6 બિલિયન પાઉન્ડ એકઠાં કરી લીધા છે. • લેબર પાર્ટીના જણાવ્યા અનુસાર ટોરી પ્લાન્સ હેઠળ પરિવારોને 2,620 પાઉન્ડનું નુકસાન જશે

