તમિલનાડુમાં રોકાણ માટે વિજયના નેતૃત્વમાં રૂપિયા 12,300 કરોડના કરાર

રોકાણથી રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં લગભગ 9,000 નવી રોજગારીની તકો ઊભી થશે

Tuesday 15th September 2026 10:08 EDT
 
 

લંડનઃ તામિલનાડુના મુખ્યમંત્રી વિજયે તેમની પ્રથમ સત્તાવાર યુકે મુલાકાત દરમિયાન રાજ્યમાં આશરે રૂપિયા 12,300 કરોડના રોકાણ માટે સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ લિમિટેડ સાથે કરાર કર્યા હતા. આ રોકાણથી ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલિંગ અને લોજિસ્ટિક્સ સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આશરે 9,000 લોકો માટે રોજગારીની તકોનું સર્જન થશે.

તામિલનાડુ સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયનો આ પ્રવાસ હાલના સંબંધોને વધુ મજબૂત કરવા, તમિલનાડુમાં કાર્યરત કંપનીઓના કામકાજનો વિસ્તાર કરવા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જેવા ક્ષેત્રોમાં નવું મૂડીરોકાણ આકર્ષવાના હેતુથી યોજવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter