લંડન
તાજપોશી પહેલાં કિંગ ચાર્લ્સનો આત્મવિશ્વાસ વધે તેવા અહેવાલો પ્રાપ્ત થયાં છે. અડધા કરતાં વધુ દેશે કહ્યું છે કે રાજાશાહી બ્રિટન માટે સારી છે. એક ઓનલાઇન સરવે પ્રમાણે 10માંથી 6 બ્રિટિશ ઇચ્છે છે કે દેશના વડા તરીકે રાજા જ હોવા જોઇએ. 64 ટકા બ્રિટિશર માને છે કે કિંગ ચાર્લ્સ સારા રાજા પૂરવાર થશે. સરવેમાં ફક્ત 23 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ પ્રજાસત્તાક દેશની તરફેણ કરે છે જ્યારે 51 ટકા લોકોએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં વધુ 50 વર્ષ સુધી રાજાશાહી યથાવત રહેશે. જોકે હવે રાજાશાહીને મર્યાદિત કરવાની માગ પણ ઊભી થઇ રહી છે. 75 ટકા લોકો માને છે કે પ્રિન્સેસ શાર્લોટ, પ્રિન્સ લૂઇસે પુખ્ત થાય ત્યારે કરદાતાઓના નાણા પર આધાર રાખવાને બદલે જીવનનિર્વાહ માટે કામ કરવું જોઇએ. જોકે તેમના પિતા અને માતા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ વિલિયમ અને કેટ પણ લોકોમાં હજુ ઘણી લોકપ્રિયતા ધરાવે છે.
શું કહે છે સરવે
1 બ્રિટન માટે રાજાશાહી સારી છે કે ખરાબ ?
- સારી – 52 ટકા
- ખરાબ – 27 ટકા
2 બ્રિટનને પ્રજાસત્તાક બનાવવો જોઇએ ?
- ના – 59 ટકા
- હા – 23 ટકા
3 કોણ સારા રોલ મોડેલ છે ?
- વિલિયમ અને કેટ – 71 ટકા
- હેરી અને મેઘન – 14 ટકા
4 કિંગ ચાર્લ્સ સારા રાજા પૂરવાર થશે ?
- હા – 64 ટકા
- ના – 17 ટકા


