લંડનઃ બ્રિટિશ રાજગાદી પર તાજપોશીના બે વર્ષ બાદ પહેલીવાર કિંગ ચાર્લ્સ તૃતીય કેનેડાની બે દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીઓ વચ્ચે પહોંચેલા કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાનું ઓટાવામાં નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્ની દ્વારા શાહી સ્વાગત કરાયું હતું. મંગળવારે આયોજિત સમારોહમાં કિંગ ચાર્લ્સે કેનેડાની નવી ચૂંટાયેલી સંસદનો પ્રારંભ કરાવ્યો હતો.