ક્વીન કેમિલાની તાજપોશી બાદ તેઓ પહેલીવાર યુકેના ક્વીન તરીકે જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. તેમના 76મા જન્મદિવસ નિમિત્તે સોમવારે સેન્ટ્રલ લંડનના ગ્રીન પાર્ક ખાતે કિંગની ટ્રુપ રોયલ હોર્સ આર્ટિલરી બેટરી દ્વારા 41 તોપની સલામી અપાઇ હતી. ત્યારબાદ 62 તોપની રોયલ સલામી આપવામાં આવી હતી. આઇરિશ ગાર્ડ્સના બેન્ડ દ્વારા ક્વીનને હેપ્પી બર્થડેની ધૂન સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


