લંડનઃઅફઘાનિસ્તાનમાં તાલિબાનની કેદમાં રહેલા બ્રિટિશ દંપતીને લગભગ એક વર્ષ બાદ મુક્ત કરાયું છે. 80 વર્ષીય પીટર રેનોલ્ડ્સ અને તેમની પત્ની 76 વર્ષીય બાર્બીની 1 ફેબ્રુઆરી 2025ના રોજ તાલિબાન સરકાર દ્વારા ધરપકડ કરાઇ હતી અને તેમને કાબુલની હાઇ સિક્યુરિટી જેલમાં રખાયાં હતાં. કતારની મધ્યસ્થી બાદ તાલિબાન તેમને મુક્ત કરવા સહમત થયાં હતાં. આ દંપતીએ 1970માં કાબુલમાં લગ્ન કર્યાં હતાં અને 18 વર્ષથી અફઘાનિસ્તાનમાં વસવાટ કરતાં ચેરિટી પ્રોગ્રામ ચલાવી રહ્યાં હતાં. તેમને અફઘાન નાગરિકતા પણ અપાઇ હતી.

